HomeAllમોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશ કોઠીયાની વરણી

મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશ કોઠીયાની વરણી

મોરબી મોરબી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 3 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો ચૂંટાયેલ છે જેમાંથી આજે તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે મોડપર બેઠક ઉપરથી ચૂંટાયેલ અલ્પેશભાઈ કોઠીયાની વરણી કરવામાં આવેલ છે.

મોરબી તાલુકામાં પંચાયતની કુલ 22 બેઠકો છે જેમાંથી 18 બેઠકો ઉપર ભાજપ ચૂંટાયેલ છે અને ત્રણ બેઠક ઉપર કોંગ્રેસ તેમજ એક બેઠક ઉપર આપમાંથી ચૂંટાયેલ સભ્ય છે જો કે, થોડા સમય પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ત્યાર બાદ હવે તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ હસમુખભાઇ કોઠીયાની વરણી કરવામાં આવેલ છે તેમજ ઉપનેતા તરીકે સંદીપ દિલીપભાઇ લીંબડ અને દંડક તરીકે સુરેશભાઇ નારણભાઇ બાવરવાની વરણી કરવામાં આવેલ છે જેથી તમામને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments