HomeAllજેતપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી મહેન્દ્રનગર પહોંચી, લોકોએ આપ્યું સમર્થન

જેતપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી મહેન્દ્રનગર પહોંચી, લોકોએ આપ્યું સમર્થન

વીજપોલ મુદ્દે ખેડૂતોમાં રોષ : કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી વિરોધ નોંધાવ્યો

મોરબી : ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીન પર પરવાનગી વિના વીજ પોલ ઉભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે વિરોધ વ્યક્ત કરવા માટે જેતપર ગામના ખેડૂતો દ્વારા વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતપરથી નીકળેલી આ રેલી મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં પહોંચતા સ્થાનિક લોકોએ ખેડૂતોનું સ્વાગત કરી સમર્થન વ્યક્ત કર્યું હતું.

“જય જવાન, જય કિશાન” ના ગગનભેદી નારાઓ સાથે ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની માલિકીની જમીનમાં કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત, જમીનના ઉપયોગ બદલ યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું નથી.

ખેડૂતોનું કહેવું છે કે ખાનગી કંપનીને તંત્ર તરફથી રક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતો પોતાની જ જમીનમાં ઘૂસણખોરી જેવી પરિસ્થિતિ અનુભવતા થયા છે. આથી ખેડૂતો દ્વારા સંગઠિત રીતે વિરોધ નોંધાવી મોરબી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરવામાં આવી હતી.

ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતોમાં ભારે એકતા અને આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો જોડાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments