HomeAllDGPએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી; પબ્લિક-પ્રાઈવેટ CCTV ઈન્ટિગ્રેશન અને લોકભાગીદારીથી CCTV...

DGPએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી; પબ્લિક-પ્રાઈવેટ CCTV ઈન્ટિગ્રેશન અને લોકભાગીદારીથી CCTV નેટવર્ક વધારવા સૂચનાઓ આપી

ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સમાં રાજ્યભરના પોલીસ અધિકારીઓને સૂચના; કાયદો-વ્યવસ્થા, ગુના નિયંત્રણ અને જનફરિયાદોના ઝડપી નિવારણ પર વિશેષ ભાર

ગાંધીનગર : રાજ્યમાં ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને પોલીસ ભવન, ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની કામગીરીને ગતિ આપવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ કાયદો-વ્યવસ્થા જાળવવા, ગુનાઓના ઝડપી ભેદ ઉકેલવા, જનફરિયાદોના સંતોષકારક નિવારણ તથા પોલીસ દળની ફિટનેસ અને કલ્યાણ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનરો, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડાઓ અને વિવિધ પોલીસ યુનિટોના વડાઓ ઓનલાઈન જોડાયા હતા. ડીજીપીએ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકભાગીદારીથી CCTV નેટવર્કનો વ્યાપ વધારી રીઅલ-ટાઈમ સર્વેલન્સ મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો. ઉપરાંત, સોશિયલ મીડિયા મારફતે મળતી ફરિયાદોના ત્વરિત નિવારણ માટે GP-SMASH પ્રોજેક્ટને વધુ અસરકારક બનાવવા, PG પોર્ટલ પરની અરજીઓનો ઝડપી નિકાલ કરવા તેમજ વ્યાજખોરો, અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments