HomeAllમોરબીમાં ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ : 15 વેપારીઓને નોટીસ

મોરબીમાં ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ : 15 વેપારીઓને નોટીસ

મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા સમયાંતરે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં 50 જેટલી જગ્યાએ ખાદ્ય સામગ્રીઓને ચેક કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લોકોના આરોગ્ય સાથ ચેડા કરતાં હોય તેવા 15 વેપારીઓને નોટિસ આપવામાં આવેલ છે.

મનપાના ફૂડસેફટી ઇન્સ્પેકટરે માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કૂલ 50 જગ્યાએ સઘન ચેકીગ કર્યું હતું દરમ્યાન જે જગ્યાએ ગંભીર બેદરકારી દેખાઈ હતી તેવા 15 વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે

અને કેટલીક જગ્યાએથી વાસી ખોરાક અને અખાદ્ય ખોરાકનો નાશ પણ કરવામાં આવેલ છે. વધુમાં જણાવ્યુ હતું કે, રવાપર રોડ કેપિટલ માર્કેટ પર આવેલા કેફે ચોકો ક્રેઝમાંથી વાસી કેકનો નાશ કરાયો હતો અને ધ ઘૂઘરા હાઉસમાંથી એક્ષ્પારી તારીખ નાખેલ ન હોઈ તેવો ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો

તેમજ ફૂડ કલરનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શનાળા રોડ પર આવેલા સ્પાઈસી હંટ, શુભ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. માધવ હોટેલમાંથી વાસી મન્ચુરિયન, ગ્રેવિ, વાસી શાક મળી આવતા તેનો નાશ કર્યો છે તેવી જ રીતે માધવ દાબેલી, અન્નપુર્ણા નાસ્તા, પોપસ્ટિક વોફલ, પટેલ તાવો તેમજ શ્રી રામ ઘૂઘરામાંથી આશરે 10 કિલો છાપેલ ન્યુઝ પેપરનો નાશ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments