HomeAllઆજે રાજ્યના 7 જિલ્લામાં વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમી રહેશે યથાવત

આજે રાજ્યના 7 જિલ્લામાં વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમી રહેશે યથાવત

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે હવામાનમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જ્યારે આગામી 6 દિવસ દરમિયાન ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની આગાહી છે, જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી હળવો વરસાદ પડી શકે છે.

તાપમાનમાં ફેરફારની શક્યતા નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં તાપમાન 40°C થી ઉપર જઈ શકે છે.

ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 43°C સુધી પહોંચવાની શક્યતા છે. વરસાદની આગાહી અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.

કાલથી હવામાન શુષ્ક 24 મેથી 29 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસ માટે કોઈ ગંભીર ચેતવણી આપવામાં આવી નથી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments